Quantcast
Channel: Entertainment and Fashion – chitralekha
Viewing all articles
Browse latest Browse all 158

‘ચાંદની’, ‘હવા-હવાઈ ગર્લ’ની અકાળે એક્ઝિટ…

$
0
0

શ્રીદેવીનું 54 વર્ષની વયે શનિવારે મોડી રાતે દુબઈની એક હોટેલમાં નિધન થતાં સમગ્ર બોલીવૂડ અને શ્રીદેવીનાં કરોડો ચાહકો-પ્રશંસકોમાં આઘાતની લાગણી ફરી વળી છે. શ્રીદેવી દુબઈમાં એમનાં પતિ બોની કપૂરના ભાણેજનાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં એમનું અવસાન નિપજ્યું હતું.
શ્રીદેવી પર ફિલ્માવાયેલા લોકપ્રિય બનેલા ફિલ્મી ગીતો…

ચાંદની

ચાલબાઝ

હિંમતવાલા

મિસ્ટર ઈન્ડિયા

જાંબાઝ

લમ્હે

ચાંદની

નગીના

ઈંગ્લિશ વિંગ્લિશ

આ છે, અભિનેત્રી શ્રીદેવીની ટોચની ફિલ્મોઃ

જાગ ઉઠા ઈન્સાન (1984): હિંમતવાલા ફિલ્મ સાથે શ્રીદેવી બોલીવૂડમાં લોકપ્રિય થયા હતા, પરંતુ જાગ ઉઠા ઈન્સાનમાં મંદિરનાં નૃત્યાંગના તરીકેનો એમનો અભિનય ઉત્કૃષ્ટ હતો.

સદમા (1983): આ ફિલ્મમાં કમલ હાસન સાથે શ્રીદેવીની અભિનયક્ષમતા જોવા મળી હતી.

નગીના (1986): મૈં તેરી દુશ્મન, દુશ્મન તુ મેરા ગીતમાં શ્રીદેવીનો ડાન્સ આજે પણ લોકોને યાદ રહી ગયો છે.

જાંબાઝ (1986): ફિરોઝ ખાન નિર્મિત, અભિનીત આ ફિલ્મમાં શ્રીદેવીએ ટૂંકો પણ મહત્વનો રોલ કર્યો હતો.

મિસ્ટર ઈન્ડિયા (1987): આ ફિલ્મ શ્રીદેવીની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. એમાં તેમણે પત્રકારનો રોલ કર્યો હતો અને એમની કોમિક ટાઈમિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મનું ‘હવા-હવાઈ’ ગીત અને શ્રીદેવીએ કરેલો ડાન્સ પોપ્યૂલર થયા છે.

ચાંદની (1989): યશ ચોપરા નિર્મિત આ ફિલ્મ સાથે શ્રીદેવી દંતકથાસમા અભિનેત્રી તરીકે લેખાઈ ગયાં અને અભિનેત્રીઓમાં ટોચનાં સ્થાને પહોંચી ગયા.

ચાલબાઝ (1989): આ ફિલ્મમાં ડબલ રોલ કરીને એમણે દર્શકોને પોતાનાં અભિનયથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

લમ્હે (1991): ચાંદની બાદ શ્રીદેવીએ યશ ચોપરાની આ બીજી ફિલ્મમાં કામ કર્યું હતું.

આર્મી (1996): શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં શ્રીદેવીએ પહેલી જ વાર કામ કર્યું હતું.

જુદાઈ (1997): આ ફિલ્મમાં શ્રીદેવીએ પત્ની અને માતાની ભૂમિકા કરી હતી. આ ફિલ્મ બાદ શ્રીદેવીએ 15 વર્ષ સુધી રૂપેરી પડદા પરથી બ્રેક લીધો હતો.


Viewing all articles
Browse latest Browse all 158

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>