Quantcast
Channel: Entertainment and Fashion – chitralekha
Viewing all articles
Browse latest Browse all 158

કરીના જણાવે છે એની સુંદરતાનું રહસ્ય…

$
0
0

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર સાથી કલાકાર સૈફ અલી ખાનને પરણીને અને તૈમુર અલી ખાનની માતા બન્યા બાદ હજી પણ એટલી જ સુંદર દેખાય છે જેટલી એ કુંવારી હતી ત્યારે દેખાતી હતી.

કરીનાએ એની સુંદરતાનું રહસ્ય જણાવ્યું છે. એનું માનવું છે કે સુંદર દેખાવને આત્મવિશ્વાસની લાગણીના અનુભવ સાથે સંબંધ છે.

37 વર્ષીય કરીના ‘લક્મે’ના સહયોગમાં પોતાની સિગ્નેચર મેકઅપ રેન્જ લોન્ચ કરી રહી છે. એનું કહેવું છે કે, વ્યક્તિએ પોતાની શક્તિના ચળકાટને જરાય ઘટવા દેવો ન જોઈએ. શક્તિને સતત ઓપ આપતાં રહેવું જોઈએ. જેથી તમે ટોળામાં પણ અલગ તરી આવો.

કરીનાની મેકઅપ રેન્જથી લક્મેની સીઝનની બ્યૂટી થીમ ‘શેડ્સ ઓફ ડીવા’ જીવંત બનાવશે.

બ્યૂટી વિશે કરીનાનાં શબ્દો…

‘બ્યૂટી એ કોન્ફિડન્સ છે. હું દ્રઢપણે માનું છું કે તમારી સકારાત્મક શક્તિઓને પ્રદર્શિત કરવાથી અને તમારી ક્ષમતાનો બરાબર ઉપયોગ કરતા રહો તો તમે સુંદર દેખાવ.’

કરીના વધુમાં કહે છે કે, સુંદરતાનું એક રહસ્ય એ છે કે હું એક નિયમને વળગી રહું છું – જેટલું ઓછું એટલું સારું.

મેકઅપ રેન્જમાં ચીક કોન્ટુર્સ, ફેસ કોન્ટુર્સ, પોટ ડીફાઈનર્સનો સમાવેશ થાય છે.

કરીના હાલ ચાલી રહેલા લક્મે ફેશન વીક વિન્ટર/ફેસ્ટિવ 2018 ફેશન શોમાં 26 ઓગસ્ટે નિર્ધારિત ગ્રેન્ડ ફિનાલેમાં ડિઝાઈનર મોનિશા જયસિંહ માટે શોસ્ટોપર બનવાની છે.


Viewing all articles
Browse latest Browse all 158

Latest Images

Trending Articles



Latest Images